કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી. ચોમાસા માટે ભારે વરસાદવાળા તથા કાળી જમીનમાં વિસ્તારમા ઊંડા ખીલીયા મૂળ વાળી વેરાઈટી ની પસંદગી કરવી જોઈએ.
સારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.
બિયારણ નો દર –
બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.
વાવણી પદ્ધતિ –
જો પિયત ની સગવડ હોય તો, વહેલી વાવણી મે મહિના ના છેલ્લા અઠવાડીયામાં અથવા જૂન મહિના ના ૧૫ તારીખ પછી કરવી. જો ના હોય તો વાવણી લાયક વરસાદ થયે વાવેતર કરવું. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે
આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે. હારમાં વાવણી ઉત્તર થી દક્ષિણ દિશામાં કરવી તેનાથી પાકને વધારે પ્રકાશ મળી શકે અને ઉત્પાદન વધે.
કપાસમાં પાક માં ડો ઉર્જા એકટીવેટર નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે જે ઓરવાન કરતી વખતે પાણી સાથે વાવેતર પહેલા અને વાવેતર થઇ ગયા પછી૩-૪ વાર સ્પ્રેય દ્વારા અથવા પાણી સાથે આમ બંને રીતે ૧ એકર માં ૨૦૦ લીટર ડો ઉર્જા એકટીવેટર નું દ્રાવણ આપવું.જેથી જમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.અને વરસાદ ના ખેંચ ની સમય માં છોડ ને વિકટ સમય માં ટકી રેહવાની ક્ષમતા આપે છે.
પિયત- સારા વિકાસ માટે ગોરાડું જમીનમાં 10-15 દિવસના અંતરે અને ભારે જમીન માં 20- 25 દિવસના અંતરે પિયત આપવું.
અમૃત દ્રાવણ નો છંટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.
અમૃત દ્રાવણ બનાવવાની રીત – ૨૦૦ લીટર પાણી ,૧ લીટર ડો યુનિટેક ,૧ લીટર ડો ફંગસ્ટાર ,૫ લીટર ખાટી છાશ, ૨ કિલો કાળો દેશી ગોળ. આ બધી વસ્તુ મિક્ષ કરી ૨૪ કલાક રહેવા દેવું. પછી આ દ્રાવણ માં થી સીધો પંપ ભરી છંટકાવ માં ઉપયોગ લઇ શકાય. એક એકર માં આ દ્રાવણ નો ઉપયોગ કરવો.
સારા ફૂલ માટે અને સારા વિકાસ માટે વાવણીના 35 અને 55 દિવસે ડો કાશમોરા ૫ મિલી/૧૫ લીટર પંપ માં નાખી ને અમૃત દ્રાવણ ની સાથે છંટકાવ કરવો.
જીવાત નિયત્રંણ-કપાસના પાક માં ગુલાબી ઈયળ, લીલી,કાબરી,લશ્કરી ઈયળ ના નિયત્રંણ માટે ડો બ્રહ્મોસ ૬૦ મિલી/15 લીટર પંપ માં નાખી ને છંટકાવ કરવો .કપાસ૩૫-૪૦ દિવસ ની હોય ત્યારે એ સમય દરમિયાન અમાસ/પૂનમ હોય ત્યારે છંટકાવ કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે.આ દવા અમૃત દ્રાવણ નો બીજો સ્પ્રેય કરતા હોય ત્યારે પણ કરી શકાય.
જીવાત નિયત્રંણ-કપાસના પાક માં ચુસીયા જીવાતો જેમ કે મોલોમછી,સફેદમાખી,લીલી પોપટી,કથીરી ના નિયત્રંણ માટે ડો અગ્નિ ૬૦ મિલી/૧૫ લીટર પંપ નાખી ને છંટકાવ કરવો.
Joined